રાજ્યના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદના સાણંદમાં સાણંદ-ખોરજ GIDC છ માર્ગીય રોડનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરના સેક્ટર-17માં નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કરશે. શ્રી શાહે ગઇકાલે અમદાવાદના થલતેજ ખાતે સવારે નૂતન વર્ષ અને તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 23, 2025 10:55 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
