ઓક્ટોબર 28, 2025 9:53 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ ચક્રવાત મોન્થાથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને સહાય પ્રયાસોમાં જોડાવા નિર્દેશ આપ્યો

કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ ચક્રવાત મોન્થાથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને સહાય પ્રયાસોમાં જોડાવા માટે પક્ષના વિવિધ એકમોને નિર્દેશ આપ્યો છે.શ્રી નડ્ડાએ ભાર મૂક્યો હતો કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના કાર્યકરોએ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલનમાં કરી રાહત સામગ્રીનું અસરકારક વિતરણ, તબીબી સહાયની જોગવાઈ અને સ્વચ્છતા અંગે જનજાગૃતિને માટે કામ કરવું જોઈએ.શ્રીનડ્ડાએ ચક્રવાત પ્રભાવિત વિસ્તારોમાં લોકોની સલામતી, બચાવ અને આવશ્યક સહાય સુનિશ્ચિત કરવા માટે દરેક બૂથ સ્તરે એકત્ર થવા પક્ષના કાર્યકરોને પણ સૂચના આપી હતી.