ડિસેમ્બર 12, 2025 7:59 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે 2027 ની વસ્તી ગણતરી માટે 11 હજાર 718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે 2027 ની વસ્તી ગણતરી માટે 11 હજાર 718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે 2027 ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ દેશમાં 16મી અને સ્વતંત્રતા પછીની 8મી વસ્તી ગણતરી હશે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતની વસ્તી ગણતરી વિશ્વની સૌથી મોટી વહીવટી અને આંકડાકીય કવાયત છે. જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરવામાં આવશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી કાર્ય માટે 30 લાખ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.
શ્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે કેબિનેટે કોલસા જોડાણ નીતિ – કોલસા સેતુના સુધારાને મંજૂરી આપી છે.