ડિસેમ્બર 24, 2025 8:04 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે 12 હજાર કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી મેટ્રોના વિસ્તરણને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે 12 હજાર 15 કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી મેટ્રોના તબક્કા 5A ને મંજૂરી આપી છે. મંત્રીમંડળની બેઠક બાદ નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, આ તબક્કા હેઠળ, ત્રણ મેટ્રો કોરિડોર – આર કે આશ્રમથી ઇન્દ્રપ્રસ્થ, એરોસિટીથી એરપોર્ટ ટર્મિનલ 1 અને તુગલકાબાદથી કાલિંદી કુંજને મંજૂરી અપાઈ છે અને 13 નવા મેટ્રો સ્ટેશન બનાવાશે. તેમણે કહ્યું કે, આ વિસ્તરણ સાથે, દિલ્હી મેટ્રો નેટવર્ક 400 કિલોમીટરને પાર થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.