ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત 12 નવા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી – માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત 12 નવા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ ઔદ્યોગિક ક્ષેત્રમાં સંયુક્ત અંદાજિત રોકાણ 28,602 કરોડ રૂપિયાનું રહેશે.
શ્રી વૈષ્ણવે ઉંમેર્યું, આ ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્તરાખંડના ખુરપિયા, પંજાબના રાજપુરા-પટિયાલા, મહારાષ્ટ્રના દિઘી, કેરળના પલક્કડ, ઉત્તરપ્રદેશના આગરા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગાણાના જહીરાબાદ, આંધ્રપ્રદેશના ઓરવાકલ અને કોપ્પર્થી તેમ જ રાજસ્થાનના જોધપુર-પાલીમાં આવેલા છે. કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના 234 નવા શહેરમાં 730 ખાનગી FM ચેનલની ઇ-હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગુજરાતના અમરેલી, ભુજ, બોટાદ, દાહોદ, ગાંધીધામ, જેતપુર નવાગઢ, પાટણ અને સુરેન્દ્રનગર દુધરેજમાં ત્રણ-ત્રણ મળી કુલ 24 ખાનગી એફએમ રેડિયોની સ્થાપના થશે. આ નિર્ણયથી સ્થાનિક લોકોને માતૃષાભામાં થતાં પ્રસારણથી પ્રોત્સાહન મળશે. તેમ જ રોજગારની નવી તકનું સર્જન થશે.