ડિસેમ્બર 31, 2025 7:51 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે મહારાષ્ટ્ર અને ઓડિશામાં બે રાજમાર્ગ પરિયોજનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે છ લૅન વાળા નાસિક-સોલાપુર કૉરિડોર અને ઓડિશામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 326ને પહોળા કરવાની બે રાજમાર્ગ પરિયોજનાને મંજૂરી આપી છે. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ મહારાષ્ટ્રમાં છ લૅનના ગ્રીનફિલ્ડ નિયંત્રિત નાસિક-સોલાપુર-અક્કલકોટ કૉરિડોરના નિર્માણને મંજૂરી આપી છે. 374 કિલોમીટરના રાજમાર્ગનું નિર્માણ માટે 19 હજાર 142 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.
નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ પરિયોજના કુરનૂલને જોડતા નાસિક, અહિલ્યાનગર અને સોલાપુર જેવા મહત્વના પ્રાદેશિક શહેરને જોડાણ પૂરું પાડશે.
સરકારે ઓડિશામાં પણ NH- 326ની બાજુમાં બનેલા પાકી અને સમતળ પટ્ટી સાથે વર્તમાન બે લૅનના વિસ્તરણ અને મજબૂત બનાવવા સંમતિ આપી છે. આ પરિયોજના માટે કુલ એક હજાર 526 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાશે.