જાન્યુઆરી 21, 2026 8:20 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બૅન્ક – સિડબીને પાંચ હજાર કરોડ રૂપિયાની ઇક્વિટી સહાયને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બૅન્ક – સિડબીને પાંચ હજાર કરોડ રૂપિયાની ઇક્વિટી સહાયને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાતા અંદાજે 25 લાખથી વધુ નવા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSME લાભાર્થીને લાભ થઈ શકે છે.
પાંચ હજાર કરોડ રૂપિયાની ઇક્વિટી મૂડીના રોકાણ બાદ નાણાકીય સહાય મેળવનારા MSME-ની સંખ્યા નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં 76 લાખથી વધીને નાણાકીય વર્ષ 2028ના અંત સુધીમાં એક કરોડને પાર પહોંચવાની શક્યતા છે. 30 સપ્ટેમ્બર 2025 સુધી ઉપલબ્ધ નવા આંકડાઓ મુજબ, છ કરોડ 90 લાખ MSME દ્વારા 30 કરોડ 16 લાખ રોજગારીનું સર્જન કરાયું. તેના આધારે નાણાકીય વર્ષ 2027-28ના અંત સુધીમાં એક કરોડ 12 લાખ રોજગારીનું સર્જન અને 25 લાખ 74 હજારથી વધુ MSME લાભાર્થીઓ જોડાવવાની સંભાવના છે.