સપ્ટેમ્બર 24, 2025 7:47 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે દેશના જહાજ નિર્માણ અને દરિયાઈ માળખાને પુનર્જીવિત કરવા 69 હજાર કરોડથી વધુની પ્રોત્સાહન રકમ મંજૂર કરી.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારતના જહાજ નિર્માણ અને દરિયાઈ માળખાને પુનર્જીવિત કરવા 69 હજાર 725 કરોડ રૂપિયાના વધુની પ્રોત્સાહન રકમને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ પ્રોત્સાહન રકમ સ્થાનિક ક્ષમતાને મજબૂત કરવા, લાંબાગાળાના ધિરાણમાં સુધારા અને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ જહાજવાડાના વિકાસને પ્રોત્સાહન આપવા ડિઝાઈન કરાયેલાં એક ચાર-સ્તંભનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે.
શ્રી વૈષ્ણવે કહ્યું, મંત્રીમંડળે આજે 10 લાખ 91 હજાર રેલવે કર્મચારીઓને 78 દિવસની ઉત્પાદકતા આધારિત બૉનસ તરીકે એક હજાર 865 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણીને મંજૂરી આપી છે. પાત્રતા ધરાવતા રેલવે કર્મચારીઓ માટે ઉત્પાદકતા આધારિત બૉનસની ચૂકવણી દર વર્ષે દુર્ગા પૂજા અને દશેરાની રજાઓથી પહેલા કરાય છે.
શ્રી વૈષ્ણવે કહ્યું, મંત્રીમંડળે 15-મા નાણાપંચ 2021—22થી વર્ષ 2025-26ના સમયગાળા માટે બે હજાર 277 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ, વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ ક્ષમતા નિર્માણ અને માનવ સંસાધન વિકાસ યોજનાને મંજૂરી આપી છે. તેમણે કહ્યું, આ યોજના C.S.I.R. દ્વારા અમલમાં મૂકાઈ રહી છે અને દેશભરની તમામ સંશોધન અન વિકાસ સંસ્થાઓ, રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ, પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ વિશ્વ-વિદ્યાલયોને આવરી લેશે..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.