કેન્દ્રીય મંત્રીમંડળે તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે આજે નવી દિલ્હીમાં માધ્યમોને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કોઈ પણ પ્રકારની જામીનગીરી વિના ધિરાણ મેળવવા માટે પાત્ર બનશે.’ શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે, ‘નાણાકીય સમસ્યાઓના કારણે દેશનો કોઈ પણ યુવાન ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.’
આ યોજના મુજબ, સાડા સાત લાખ રૂપિયા સુધીના ધિરાણની રકમને સરકાર દ્વારા 75 ટકા ગેરંટી આપવામાં આવશે, જેથી બેંકોને કવરેજ વધારવામાં મદદ મળે. આઠ લાખ રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે દેવા મોકૂફીની મુદતના સમયગાળા દરમિયાન 10 લાખ રૂપિયા સુધીના ધિરાણ માટે ત્રણ ટકા વ્યાજ આર્થિક સહાય પણ અપાશે. આ યોજનાથી સાત લાખ વિદ્યાર્થીઓને લાભ થવાની આશા છે. તેમજ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોન માટે યુનિફાઇડ પોર્ટલ પીએમ વિદ્યાલક્ષ્મી પર અરજી કરી શકે છે.
Site Admin | નવેમ્બર 6, 2024 7:38 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રીમંડળે તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી
