નવેમ્બર 26, 2025 7:44 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે ચાર વિવિધ યોજનાઓને મંજૂરી આપી- ગુજરાતનાં દેવભૂમિ દ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવેલાઈનને મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે 7 હજાર 280 કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચ સાથે સિન્ટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપી છે. આ પ્રકારની પ્રથમ પહેલનો ઉદ્દેશ્ય દેશમાં વાર્ષિક છ હજાર મેટ્રિક ટન સંકલિત રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટિક ઉત્પાદન સ્થાપિત કરવાનો છે. આજે સાંજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેબિનેટની બેઠક દરમિયાન અન્ય ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
141 કિલોમીટરની દેવભૂમિદ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવે લાઈન માટે એક હજાર 457 કરોડ રૂપિયાને મંજૂરી અપાઈ છે. આ ડબલિંગ દ્વારકાધીશ મંદિરને સરળ જોડાણ મળશે.
બંને પરિયોજના મહારાષ્ટ્ર અને રાજ્યના ચાર જિલ્લાને આવરી લેશે અને તેનાથી રેલવેના વર્તમાન જોડાણમાં 224 કિલોમીટરનો વધારો થશે. આ બહુવિધ પરિયોજના 585 જેટલા ગામના જોડાણમાં પણ વધારો કરશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે મંત્રીમંડળે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને પણ મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ થશે અને તેનો અંદાજિત ખર્ચ આશરે 9 હજાર 857 કરોડ રૂપિયા થશે.