ઓક્ટોબર 1, 2025 8:08 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો અને પેન્શનરો માટે મોંઘવારી રાહતને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ જણાવ્યું હતું કે આનાથી આશરે ૪૯ લાખ વીસ હજાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ૬૮ લાખ ૭૦ હજાર પેન્શનરોને ફાયદો થશે. આ વધારો પહેલી જુલાઈથી અમલમાં આવશે.
કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ 5 હજાર 862 કરોડ રૂપિયા થી વધુના ખર્ચે દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપી છે.
કેન્દ્રીય મંત્રીમંડળે કઠોળમાં આત્મનિર્ભરતા માટેના મિશનને પણ મંજૂરી આપી છે.
2026-27 માર્કેટિંગ સીઝન માટે તમામ ફરજિયાત રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો પણ મંજૂર કરવામાં આવ્યો છે.
આસામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 715 ના હાલના કાલિયાબોર-નુમાલીગઢ વિભાગને ચાર-માર્ગીય બનાવવા અને પહોળો કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.