ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 4, 2024 9:00 એ એમ (AM) | કેન્દ્રીય મંત્રીમંડળ

printer

કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ સ્વનિર્ભરતા માટે ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા માટે ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્નતિ યોજનાને મંજૂરી આપી છે

કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ સ્વનિર્ભરતા માટે ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા માટે ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્નતિ યોજનાને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.
સરકારે 10 હજાર 103 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 2024-25 થી 2030-31 માટે ખાદ્ય તેલ માટેના રાષ્ટ્રીય અભિયાન – NMEO-Oilseeds ને પણ મંજૂરી આપી છે. આ આગામી સાત વર્ષમાં ભારતને તેલીબિયાં ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ કોરિડોર ધરાવતા ચેન્નાઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ને પણ મંજૂરી આપી છે. 128 સ્ટેશનો સાથે મંજૂર કરાયેલી લાઈનોની કુલ લંબાઈ લગભગ 119 કિલોમીટર હશે. બીજા તબક્કાનું કામ સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, ચેન્નાઈ શહેરમાં કુલ 173 કિમીનું મેટ્રો રેલ નેટવર્ક બનશે.