કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટની આતંકી ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો છે. નિર્દોષ જીવ ગુમાવનારા લોકોના માનમાં મંત્રીમંડળે બે મિનિટનું મૌન પાળ્યું. મંત્રીમંડળે રાષ્ટ્રીય સુરક્ષા અને દરેક નાગરિકની સલામતી પ્રત્યેની તેની સ્થાયી પ્રતિબદ્ધતા સાથે સુસંગત, તમામ ભારતીયોના જીવન અને સુખાકારીનું રક્ષણ કરવાના સરકારના દૃઢ સંકલ્પને પુનઃપુષ્ટિ આપી. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધન કરતાં, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મંત્રીમંડળે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
Site Admin | નવેમ્બર 13, 2025 9:21 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રીમંડળે કાર વિસ્ફોટની આતંકી ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો