કેન્દ્રીય મંત્રીમંડળે એક હજાર 507 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે રાજસ્થાનના કોટા—બૂન્દીમાં ગ્રીન ફિલ્ડ હવાઈમથકના વિકાસને મંજૂરી આપી છે. આ પરિયોજનામાં અતિવ્યસ્ત સમયમાં એક હજાર વાહનચાલકોને સંભાળવા સંબંધિત 20 હજાર વર્ગ મીટરના ક્ષેત્રવાળા ટર્મિનલ ભવનનું નિર્માણ સામેલ છે.
નવી દિલ્હીમાં આજે પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, મંત્રીમંડળે આઠ હજાર 307 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ઓડિશામાં છ માર્ગ સાથે જોડાયેલો રાજધાની ક્ષેત્ર નિયંત્રિત રિન્ગ રોડના નિર્માણને પણ મંજૂરી આપી છે.