કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગારપંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી દીધી છે. નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, પંચ તેની રચનાની તારીખથી 18 મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે. તેમણે કહ્યું, પંચમાં એક અધ્યક્ષ, એક અંશકાલિક સભ્ય અને એક સભ્ય સચિવ હશે.
સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય લાભમાં ફેરફારની તપાસ અને ભલામણ કરવા માટે આઠ-મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી.
Site Admin | ઓક્ટોબર 28, 2025 7:03 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગારપંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી