કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ ઉત્પાદકતા વધારવા માટે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ વધારવાનો, લણણી પછીના સંગ્રહમાં વધારો કરવાનો, સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવાનો અને ધિરાણની ઉપલબ્ધતાને સરળ બનાવવાનો છે.
મંત્રીમંડળની બેઠક પછી આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ યોજનાથી દેશના એક કરોડ 70 લાખ ખેડૂતોને મદદ મળશે.
આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ NLC ઇન્ડિયા લિમિટેડને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NLC ઇન્ડિયા રીન્યુએબલ્સ લિમિટેડમાં સાત હજાર કરોડ રૂપિયાનાં રોકાણ માટે વિશેષ મંજૂરી આપી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ભારતે હરિત ઊર્જા ક્ષમતા પ્રાપ્ત કરવામાં 50 ટકા સીમાચિહ્ન વટાવી દીધું છે.
દરમિયાન, કેન્દ્રીય મંત્રીમંડળે અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની અવકાશયાત્રાનું સ્વાગત કરતો ઠરાવ પસાર કર્યો છે. આ અંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, શુભાંશુ શુક્લાનું અવકાશ અભિયાન ભારતને પોતાનું અવકાશ મથક સ્થાપવાની યોજનાથી એક ડગલું નજીક લઈ ગયું છે.
Site Admin | જુલાઇ 16, 2025 7:44 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ ઉત્પાદકતા વધારવા માટે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી