પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને વિષય નિષ્ણાતો સાથે બેઠક કરશે. જે મુખ્ય આર્થિક નિર્ણયો પહેલાં સરકારની ચાલી રહેલી પરામર્શના ભાગ રૂપે છે.નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ વાતચીતમાં ભાગ લેશે, જેમાં વિવિધ આર્થિક મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ પર અર્થશાસ્ત્રીઓના સૂચનો અને દ્રષ્ટિકોણ સાંભળશે.આ ચર્ચામાં સ્થાનિક અને વૈશ્વિક બંને આર્થિક દૃષ્ટિકોણ એવા ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવશે જ્યાં વિકાસને ટેકો આપવા, સુક્ષમ આર્થિક સ્થિરતાને મજબૂત કરવા અને ઉભરતા પડકારોનો સામનો કરવા માટે વધુ સુધારાની જરૂર પડી શકે છે.
Site Admin | ડિસેમ્બર 30, 2025 9:29 એ એમ (AM)
કેન્દ્રીય બજેટ પહેલા પ્રધાનમંત્રી નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે આજે બેઠક કરશે