ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત રાજ્યને 17 હજાર 155 કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને 17 હજાર 155 કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી કરવામાં આવી છે.
2014 પહેલા ગુજરાતને રેલવે બજેટમાં મળતી ફાળવણી કરતાં આ વખતે 29 ગણી વધુ ફાળવણી થઇ હોવાનું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ફાળવાયેલા બજેટ અંગેની વર્ચ્યુઅલ પત્રકાર પરિષદને સંબોધતા રેલ મંત્રી અશ્વિની વૈષણવે આ અંગેની જાણકારી આપી હતી.
વધુ માહિતી આપતા વર્ષ 2014થી અત્યાર સુધીમાં ગુજરાતમાં બે હજાર 739 કિમીના નવા ટ્રેકનું નિર્માણ થયું છે, જે ડેન્માર્કના સમગ્ર રેલવે નેટવર્ક કરતા પણ વધારે છે. તેમજ ગુજરાતમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં ત્રણ હજાર 144 કિ.મી. એટલે કે 97 ટકા વિદ્યુતીકરણ થયું છે. 6 હજાર 303 કરોડના 87 અમૃત સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2014થી અત્યાર સુધીમાં એક હજાર 49 રેલ ફ્લાયઓવર અને અંડર-બ્રિજનું નિર્માણ થયું છે. અને 97 લિફ્ટ, 50 એસ્કેલેટર અને 335 વાઇફાઇ સ્ટેશનો પર કામગીરી થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં 15 અનોખા સ્ટોપેજ ધરાવતા 12 જિલ્લાઓને આવરી લેતા 4 વંદે ભારતનું સંચાલન પણ થઇ રહ્યુ હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.