જાન્યુઆરી 7, 2026 9:17 એ એમ (AM)

printer

કેન્દ્રીય બજેટમાં કરાયેલી જાહેરાતને અમલમાં મૂકવા માટે ત્રણ વર્ષનો જાહેર-ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ તૈયાર કરાયો

આર્થિક બાબતોના વિભાગે કેન્દ્રીય બજેટ 2025-26 માં કરવામાં આવેલી જાહેરાતને અમલમાં મૂકવા માટે ત્રણ વર્ષનો જાહેર-ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.પાઇપલાઇન પ્રોજેક્ટમાં કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 852 માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેનો કુલ ખર્ચ 17 લાખ કરોડ રૂ થી વધુ છે.મંત્રાલયે જણાવ્યું કે આ પાઇપલાઇન સંભવિત જાહેર-ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ્સ વિશે પ્રારંભિક માહિતી પૂરી પાડે છે, જે રોકાણકારો, વિકાસકર્તાઓ અને અન્ય હિસ્સેદારો માટે વધુ સારા આયોજન અને રોકાણના નિર્ણયોને સરળ બનાવે છે.