કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે આજે ઈન્ટરનેશનલ ટુરીઝમ માર્ટની 12મી આવૃત્તિનું આયોજન કર્યું છે. યુનિસકોના વિશ્વ વારસા સ્થળ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને ટાઈગર રિઝર્વ ખાતે આયોજિત આ કાર્યક્રમનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તર પૂર્વીય ક્ષેત્રની પ્રવાસન ક્ષમતાને ઉજાગર કરવાનો છે. આ ઇવેન્ટ આઠ પૂર્વોત્તર રાજ્યો-આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમના પ્રવાસન વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકોને એકસાથે લાવીને ખરીદદારો, વિક્રેતાઓ અને મીડિયા વચ્ચેના સહયોગનેપ્રોત્સાહન આપવાનો છે.
કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુની હાજરીમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પ્રવાસન સેવા પ્રદાતાઓ, પ્રભાવકો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, મીડિયા અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત લગભગ 400 સહભાગીઓ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.
Site Admin | નવેમ્બર 27, 2024 2:24 પી એમ(PM) | ટુરીઝમ માર્ટ
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે આજે ઈન્ટરનેશનલ ટુરીઝમ માર્ટની 12મી આવૃત્તિનું આયોજન કર્યું
