કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નવી દિલ્હીમાં હવાની ગુણવત્તાના સ્તરને “નબળી” શ્રેણીમાં મૂક્યું છે. આજે સવારે 7 વાગ્યે દિલ્હીમાં હવાનો ગુણવત્તા સૂચકાંક એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ 232 નોંધાયો હતો.
શૂન્ય અને 50 વચ્ચેની હવાની ગુણવત્તા સારી માનવામાં આવે છે. 51થી 100ની વચ્ચેનો સૂચકાંક સંતોષકારક, 101થી 200ને સામાન્ય, 201થી 300ના સૂચકાંકને નબળો તેમજ 301થી 400ને ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. જ્યારે 401થી 450ના સૂચકાંકની સ્થિતિને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 2:30 પી એમ(PM)
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નવી દિલ્હીમાં હવાની ગુણવત્તાના સ્તરને “નબળી” શ્રેણીમાં મૂક્યું
