કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)ની વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા અનેક પ્રોત્સાહનનોની જાહેરાત કરી છે, જેનો સૌથી વધુ લાભ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આવેલા IFSCને થશે.
IFSC માં રિટેલ સ્કીમ અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ-ETFને નિર્દિષ્ટ ફન્ડ જેટલી કર મુક્તિ મળશે. IFSCમાં સ્થાપિત કોર સેટલમેન્ટ ગેરન્ટી ફન્ડની આવકને પણ કરમાં રાહત મળશે.
કેન્દ્રીય બજેટમાં IFSC માં સ્થાપિત વૈશ્વિક કંપનીઓના શિપ-લીઝિંગ યુનિટ્સ, વીમા ઓફિસો અને ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત લાભનો દાવો કરવા માટે, IFSC માં શરૂઆત માટેની કટ-ઓફ તારીખ પણ પાંચ વર્ષ વધારીને 31 માર્ચ 2030 કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:55 પી એમ(PM)
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)ની વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા અનેક પ્રોત્સાહનનોની જાહેરાત કરી છે
