ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 2:25 પી એમ(PM)

printer

કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેન્કને ડિજિટલ સમાવેશી અને ટકાઉ ઊર્જાના ક્ષેત્રોમાં ગ્લૉબલ સાઉથના પરિવર્તનલક્ષી અનુભવોથી લાભ ઉઠાવી નવીનતાનો પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા હાકલ કરી

કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેન્કને ડિજિટલ સમાવેશી અને ટકાઉ ઊર્જાના ક્ષેત્રોમાં ગ્લૉબલ સાઉથના પરિવર્તનલક્ષી અનુભવોથી લાભ ઉઠાવી નવીનતાનો પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા હાકલ કરી છે. નાણામંત્રીએ વૉશિંગ્ટન ડીસીમાં વિશ્વ બેન્કની વાર્ષિક બેઠક દરમિયાન “ભવિષ્ય માટે તૈયાર વિશ્વ બેન્ક સમૂહ” વિષય અંગે વિકાસ સમિતિના સંપૂર્ણ સત્રને સંબોધિત કરતાં આમ જણાવ્યું હતું.
શ્રીમતી સીતારમણે વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન આપવા, મધ્યમ આવક ધરાવતા દેશો અને વધુ દેવું લેવા માટે પ્રોત્સાહિત કરવા અને વિકાસના વ્યાપને વિસ્તૃત કરવા માટે વિશ્વ બેન્ક અને વધુ સ્પર્ધાત્મક કિંમત નિર્ધારણ મૉડેલ લાવવા પણ કહ્યું હતું.