કેન્દ્રીય નાણામંત્રી, નિર્મલા સીતારમણે આજે અમેરિકા -ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું કે, તે ભારતમાં ઉદ્યોગ અને રોકાણ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. સુશ્રી સીતારમણે આજે નવી દિલ્હીમાં અધ્યક્ષ જ્હોન ટી ચેમ્બરની આગેવાની હેઠળ અમેરિકા ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચનાં સભ્યો સાથે વાર્તાલાપ કર્યો. બેઠક દરમિયાન, સુશ્રી સીતારમણે ભારતના ઝડપી આર્થિક વિકાસ, યુવાનોની મુખ્ય ભૂમિકા અને વીમા, હાઉસિંગ, પુનઃપ્રાપ્ય ઊર્જામાં રોકાણની વધતી સંભાવનાઓ વિશે વાત કરી. તેમણે ભારતને વેપાર કરવા માટે સાનુકુળ સ્થળ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી
Site Admin | ઓક્ટોબર 15, 2024 6:15 પી એમ(PM)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં અધ્યક્ષ જ્હોન ટી ચેમ્બરની આગેવાની હેઠળ અમેરિકા ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચનાં સભ્યો સાથે વાર્તાલાપ કર્યો
