કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ બેન્કને કોર બેન્કિંગ પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મુક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય નિદેશક મંડળની બેઠકને સંબોધિત કરતાં નાણામંત્રીએ તમામ બેન્કને બેન્કમાં રહેલી થાપણ અને ધિરાણની રકમ સંબંધિત મુખ્ય કાર્યોને પ્રાથમિકતા આપવા કહ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, બેન્ક વ્યાજદર પર નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. થાપણ અને ધિરાણ પર વ્યાજદર નિયંત્રિત રહે છે. નાણામંત્રીએ કહ્યું, સરકાર લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા બેન્કિંગ નિયમ સુધારા લાવી રહી છે. આ સુધારામાં સહકારી બેન્કિંગ ક્ષેત્ર સંબંધિત મહત્વપૂર્ણ પુનઃર્ગઠન સુધારા પણ સામેલ છે.
સૌથી મહત્વપૂર્ણ સુધારાઓમાંનો એક ડેટા રિપોર્ટિંગ સુધારો છે. આ અધિનિયમ નિયમનકારી અનુપાલન માટે દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારથી 15મી અને છેલ્લી તારીખમાં બેન્કોની રિપોર્ટિંગ તારીખો બદલવાની જોગવાઈ કરે છે.કેન્દ્રીય નાણા રાજ્યમંત્રીએ પંકજ ચૌધરીએ બેન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 લોકસભામાં રજૂ કર્યું હતું.
Site Admin | ઓગસ્ટ 10, 2024 8:16 પી એમ(PM)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ બેન્કને કોર બેન્કિંગ પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મુક્યો
