કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કર્ણાટકને કર હસ્તાંતરણ મામલે વિપક્ષ અને રાજ્ય સરકારને વળતો જવાબ આપ્યો છે. બેંગ્લોરમાં આજે સંવાદદાતાઓ સાથેના સંવાદમાં શ્રીમતી સીતારામણે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન- U.P.A અને રાષ્ટ્રીય લોકતાંત્રિક દળ- N.D.A. સરકારના કાર્યકાળ દરમિયાન કર્ણાટકને ફાળવવામાં આવેલી રકમની સરખામણી કરતા આંકડા જાહેર કર્યા.
શ્રીમતી સીતારામણે કહ્યું, વર્ષ 2004થી 2014 દરમિયાન રાજ્યને 81 હજાર 791 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. વર્ષ 2014થી 2024માં NDAના સમયગાળા દરમિયાન આ રકમ ભારે વૃદ્ધિની સાથે 2 લાખ 95 હજાર 818 કરોડ રૂપિયા થઈ છે.
Site Admin | જુલાઇ 28, 2024 8:07 પી એમ(PM)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કર્ણાટકને કર હસ્તાંતરણ મામલે વિપક્ષ અને રાજ્ય સરકારને વળતો જવાબ આપ્યો
