ઓક્ટોબર 3, 2025 1:50 પી એમ(PM)

printer

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવા માટે આઠ ટકા GDP વૃદ્ધિની જરૂરિયાત પર ભાર મૂક્યો.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવા માટે આઠ ટકા GDP વૃદ્ધિની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં કૌટિલ્ય આર્થિક સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા, શ્રીમતી સીતારમણે કહ્યું કે, વૈશ્વિક અસ્થિરતા વચ્ચે દેશનો વિકાસ તેના સ્થાનિક પરિબળો પર મજબૂત રીતે આધારિત છે. તેમણે ભાર મૂક્યો કે વૈશ્વિક આંચકાઓને સહન કરવાની દેશની ક્ષમતા મજબૂત છે.
તેમણે એ પણ ભાર મૂક્યો કે ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપક છે અને ટકાઉ રીતે વિકાસ કરવાનું ચાલુ રાખે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે વૈશ્વિક સ્તરે ભૂરાજકીય સંઘર્ષો તીવ્ર બની રહ્યા છે, ત્યારે વર્તમાન જરૂરિયાતોને પહોંચી વળવા માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની હાકલ કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.