કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
શ્રીમતી સીતારમણે આજે રાજ્યસભામાં વિનિયોગ ખરડો, 2025, વિનિયોગ ક્રમ નં. 2 ખરડો 2025, મણિપુર વિનિયોગ લેખાનુદાન ખરડો, 2025 અને મણિપુર વિનિયોગ ખરડો, 2025 પર ચર્ચાનો જવાબ આપતાં આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સરકાર મણિપુર પ્રત્યે વધુ સંવેદનશીલતા અને કાળજી રાખે છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, રાજ્ય અન્ય રાજ્યોની જેમ વિકાસ પામે.
તેમણે જણાવ્યું કે, મોટાભાગના રાજ્યો પાસે આકસ્મિક ભંડોળ હોય છે જેનો ઉપયોગ તેઓ કટોકટીની સ્થિતિમાં કરે છે. પરંતુ મણિપુર પાસે ક્યારેય આવું કોઈ ભંડોળ નહોતું. તેથી સરકારે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું કે, મણિપુરમાં હિંસાને કારણે તેની આર્થિક પ્રવૃત્તિઓ પર ખરાબ અસર પડી છે, પરંતુ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, મણિપુર ખૂબ જ જલ્દી તેમાંથી બહાર નીકળી જશે.
Site Admin | માર્ચ 18, 2025 7:53 પી એમ(PM)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
