અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક મહત્વની મહત્વની જાહેરાતો કરી છે. તેમણે કપાસ ઉત્પાદકતા રાષ્ટ્રીય મિશન, બિહારમાં મખાના બોર્ડ રચવાની અને કઠોળ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા છ વર્ષનાં મિશનની પણ જાહેરાત કરી. આ ઉપરાંત, ઓછી ઉપજ ધરાવતા દેશનાં 100 જિલ્લામાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના શરૂ કરવામાં આવશે.
નાણા મંત્રીએ જણાવ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ઋણ માટેની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે. આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે.
બજેટમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર્ટ અપ માટે ક્રેડિટ ગેરન્ટી કવર 10 કરોડ રૂપિયાથી વધારીને 20 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
બજેટમાં આરોગ્ય ક્ષેત્ર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ વર્ષમાં દેશનાં તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્રો અને કેન્સરની સારવાર માટે ડે-કેર કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ ઉપરાંત, જળ જીવન મિશનને 2028 સુધી લંબાવવાની, એક લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે શહેરી પડકાર ભંડોળ સ્થાપવાની, કૌશલ્ય વિકાસ માટે રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવાની અને મેડિકલ કોલેજોમાં 10,000 વધારાની બેઠકોની જાહેરાત કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:52 પી એમ(PM)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી
