ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 31, 2025 6:35 પી એમ(PM) | નાણામંત્રી

printer

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે અંદાજપત્ર રજૂ કરશે. ગુજરાતના વેપાર ઉદ્યોગો બજેટમાં પોતાનાં સેક્ટર માટે સાનૂકૂળ જાહેરાતોની અપેક્ષા રાખે છે.
અમદાવાદના ટિમ્બર વેપારી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી-GCCIના હોદ્દેદ્દાર ચિંતન શેઠે આશા વ્યક્ત કરી હતી કે, ફર્નિચરનાં ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય તો ટિમ્બર ઉદ્યોગને મોટો લાભ થશે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી FICCI ગુજરાતની મેન્યુફેક્ચરિંગ ટાસ્કફોર્સના ચેરમેન સચિન પટેલે જણાવ્યું કે, બજેટમાં સુક્ષ્મ અને લઘુ એકમોની જેમ મધ્યમ અને મોટાં ઉદ્યોગોને પણ 45 દિવસનાં પેમેન્ટની જોગવાઈ કરવી જોઇએ.