કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધીઓ સાથે નાણાકીય વર્ષ 2025-26નાં અંદાજપત્ર પૂર્વેની પાંચમી પરામર્શ બેઠક યોજી હતી. બેઠકમાં નાણા વિભાગ, રોકાણ અને જાહેર અસ્કામત સંચાલન વિભાગ, આર્થિક બાબતોના વિભાગ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના સચિવો અને કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર પણ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય અંદાજપત્ર 1 ફેબ્રુઆરી, 2025નાં રોજ સંસદમાં રજૂ થવાની ધારણા છે. નાણા મંત્રી સીતારમણ સતત આઠમી વાર અંદાજપત્ર રજૂ કરશે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 2:11 પી એમ(PM) | કેન્દ્રીય નાણામંત્રી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધીઓ સાથે અંદાજપત્ર પૂર્વે પરામર્શ બેઠક યોજી
