કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના- P.M.I.S. માટે એક સમર્પિત એપ્લિકેશન રજૂ કરશે, જેનો ઉદ્દેશ યોજનાના બીજા તબક્કા માટે નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવી ભાગીદારીને વધારવાનો છે. 31 માર્ચ સુધી નોંધણી કરાવી શકાશે.
મૉબાઈલ ફૉન પર ઉપલબ્ધ આ ઍપ્લિકેશન અરજદારોને સુવિધા પૂરી પાડશે. ઍપ્લિકેશન લૉન્ચની સાથે જ કોલકાતામાં P.M.I.S.ને સમર્પિત એક સુવિધા કેન્દ્ર પણ સ્થાપિત કરાશે. આ કેન્દ્ર કૉર્પોરેટ બાબતોના મંત્રાલય- M.C.A. અને ભારતીય ઉદ્યોગ સંઘ- C.I.I. વચ્ચેનો સહયોગી પ્રયાસ છે. C.I.I., જે 47 મોડેલ કારકિર્દી કેન્દ્રનું સંચાલન કરે છે. તે ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા P.M.I.S. સેલને એકીકૃત કરશે.
Site Admin | માર્ચ 17, 2025 9:39 એ એમ (AM)
કેન્દ્રીય નાણામંત્રી આજે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે એક સમર્પિત એપ્લિકેશન રજૂ કરશે
