કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે વૈશ્વિક શાંતિ જાળવી રાખવા માટે વિશ્વભરની સરકારો અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે દાયકાઓની પ્રાથમિકતાઓના વિષય પર વૈશ્વિક આર્થિક નીતિ મંચમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતાં નાણામંત્રીએ કહ્યું, ‘આ દાયકામાં વૈશ્વિક પ્રાથમિકતાઓએ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.’ આ કાર્યક્રમનું આયોજન ભારતીય ઉદ્યોગ સંઘ- C.I.I. દ્વારા કરાયું હતું. સુશ્રી સીતારમણે કહ્યું, યુદ્ધ અને વિક્ષેપો પૂરવઠાની સાંકળને અવરોધરૂપ માટેના મુખ્ય કારણ હોવાથી તેના તેનાથી બચવું જોઈએ.’
નાણામંત્રીએ ઉમેર્યું, ‘સમગ્ર વિશ્વ માટે ફુગાવો એ મુખ્ય પડકાર છે અને તેનું પ્રાથમિક કારણ પૂરવઠામાં વિક્ષેપ છે.’ તેમણે કહ્યું, ‘સામાન્ય સ્થિતિ યથાવત્ કરવા માટે ઉદ્યોગો, સરકારો, નીતિ નિર્માતાઓ, નાગરિકો અને નાગરિક મંચોએ મળીને કામ કરવું જરૂરી છે.’
આ કાર્યક્રમમાં ભૂતાનના નાણામંત્રી લિયોનપો લેકે દોર્જી, માલદીવના નાણામંત્રી મુસા જમીર, નાણા સચિવ તુહિનકાન્ત પાંડે અને A.I.I.ના અધ્યક્ષ સંજીવ પૂરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 11, 2024 2:55 પી એમ(PM)
કેન્દ્રીય નાણામંત્રીએ આજે વૈશ્વિક શાંતિ જાળવી રાખવા માટે વિશ્વભરની સરકારો અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
