જૂન 12, 2025 5:02 પી એમ(PM)

printer

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, માત્ર એક દાયકામાં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણમાં 90 ગણો વધારો થયો

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે જણાવ્યું હતું કે, માત્ર એક દાયકામાં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણમાં 90 ગણો વધારો થયો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, 2014માં 7 હજાર કરોડ રૂપિયાથી વધુની ડીબીટી હતી, જે ગયા નાણાકીય વર્ષમાં વધીને 6.83 લાખ કરોડ થઈ ગઈ છે.
અન્ય એક પોસ્ટમાં, મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2024-25માં 260 લાખ કરોડ રૂપિયાથી વધુના વ્યવહારોની પ્રક્રિયા સાથે ભારત વાસ્તવિક સમયની ચૂકવણીમાં પણ વિશ્વમાં મોખરે છે તેમણે ઉમેર્યું હતું કે, વાર્ષિક ધોરણે લગભગ 18 હજાર છસો કરોડ વ્યવહારોનું સંચાલન કરવામાં આવે છે.