કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 ના સંદર્ભમાં મૂડી બજારોના હિસ્સેદારો સાથે ચોથી પૂર્વ-અંદાજપત્ર પરામર્શની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી, આર્થિક બાબતોના વિભાગના સચિવ અને ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
નાણા મંત્રાલય દર વર્ષે નિષ્ણાતો, ઉદ્યોગ નેતાઓ, અર્થશાસ્ત્રીઓ અને રાજ્ય અધિકારીઓ સાથે અનેક પૂર્વ-અંદાજપત્ર પરામર્શ બેઠકોનું આયોજન કરે છે. ચર્ચા-વિચારણા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે કેન્દ્રીય અંદાજપત્ર વિવિધ દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે અને મુખ્ય આર્થિક પ્રાથમિકતાઓને વર્ણવે છે.
Site Admin | નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM)
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આગામી કેન્દ્રીય અંદાજપત્રના સંદર્ભમાં મૂડી બજારોના હિસ્સેદારો સાથે ચોથી પૂર્વ-અંદાજપત્ર પરામર્શ બેઠક કરી.