કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ કહ્યું કે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો- AAIB ના પ્રારંભિક અહેવાલના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉચિત નથી. અંતિમ અહેવાલ ન આવે ત્યાં સુધી કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી.
ગાઝિયાબાદના હિંડોન સિવિલ ટર્મિનલથી દસ નવી વાણિજ્યિક ફ્લાઇટ્સનું ઉદ્ઘાટન કરતા, કેન્દ્રીય મંત્રીએ પશ્ચિમી મીડિયાની ટીકા કરી અને કહ્યું કે તેઓ જે પ્રકારના લેખો પ્રકાશિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં તેમનો સ્વાર્થ હોઈ શકે છે. તેમણે ભારતમાં જ બ્લેક બોક્સને ડીકોડ કરવા બદલ AAIBની પ્રશંસા કરી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશના દસ મુખ્ય શહેરો માટે સીધી હવાઈ સેવાઓ આજથી હિંડોન ટર્મિનલથી શરૂ થઈ ગઈ છે. તેમાં બેંગલુરુ, કોલકાતા, વારાણસી, ઇન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, પટના, ગોવા અને મુંબઈનો સમાવેશ થાય છે.
Site Admin | જુલાઇ 20, 2025 7:36 પી એમ(PM)
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે AAIB ના પ્રારંભિક અહેવાલના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉચિત નથી.
