ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 8, 2025 8:41 એ એમ (AM)

printer

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે, ભારત ઉડ્ડયનના મુખ્ય કેન્દ્ર અને વિમાન સાધનોના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે, ભારત ઉડ્ડયનના મુખ્ય કેન્દ્ર અને વિમાન સાધનોના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

ગઈકાલે દેશમાં વિમાન સાધનોના ઉત્પાદન પ્રવૃત્તિઓની સમીક્ષા અને પ્રોત્સાહન આપવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની તેમણે  અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન સચિવ વી. વુલનમ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ સંગઠનો, સંશોધન સંસ્થાઓ અને વિવિધ સરકારી વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમાં સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવા અને વિમાન સાધનોના ઉત્પાદન ક્ષેત્રમાં ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાની ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી નાયડુએ કૌશલ્ય વિકાસ, ડિઝાઇન, ઉત્પાદન, જાળવણી અને પ્રમાણપત્રને સમાવિષ્ટ કરતી વ્યાપક ઉડ્ડયન પ્રણાલીના નિર્માણના મહત્વ પર ભાર મૂક્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.