ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 7:45 પી એમ(PM)

printer

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે, ‘નકલી કૉલની સમસ્યાને પહોંચવા સલામતી અને સતર્કતામાં વધારો કરવા પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.’

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ કહ્યું કે, ‘સરકાર વિમાનની કામગીરીને અસર કરતા નકલીકૉલની સમસ્યાને યોગ્ય રીતે પહોંચી વળવા માટે સલામતી અને સતર્કતા તંત્રમાં વધારોકરવા પગલાં ઉઠાવી રહી છે.’ તેમણે કહ્યું કે, ‘સરકારહિતધારકોની સાથે ચર્ચા કરી રહી છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય નકલી કૉલ પરકાયદેસરની કાર્યવાહી કરવા પર વિચાર કરી રહી છે.’    શ્રી કિંજરાપુએ પ્રવાસીની સલામતી સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાની વાત પર ભાર આપ્યો હતો. નવીદિલ્હીમાં આજે માધ્યમોને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, ‘સરકાર વિમાન સલામતી નિયમો અને નાગરિક ઉડ્ડયનસલામતી સામે ગેરકાયદે કૃત્યોના દમન અધિનિયમ 1982માં સુધારો કરવાની યોજના બનાવી રહીછે તેમજ નકલી કૉલને પોલીસ અધિકારના ગુના એટલે કે કૉગ્નિઝેબલ ગુના બનાવવા પર પણવિચાર કરી રહી છે.’ઉડાન યોજનાને આઠ વર્ષ પૂર્ણ થવા અંગે શ્રી કિંજરાપુએ કહ્યું, ‘સરકાર ઉડાન યોજનાને આગામી 10 વર્ષ સુધીચાલુ રાખવાનું આયોજન પણ કરી રહી છે.’

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.