કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષના જાસૂસીના આક્ષેપોને ફગાવતા કહ્યું, સંચાર સાથી ઍપથી જાસૂસી શક્ય જ નથી અને થશે પણ નહીં. લોકસભામાં આજે એક પ્રશ્નના જવાબમાં શ્રી સિંધિયાએ સ્પષ્ટતા કરી કે, ઉપયોગકર્તા પોતાની સુવિધા મુજબ નોંધણી કરાવીને ઍપને સક્રિય કરી શકે છે અને તેનો લાભ મેળવી શકે છે. તેમણે કહ્યું, ઉપયોગકર્તા કોઈ પણ સમયે પોતાના ઉપકરણોથી આ ઍપને નિષ્ક્રિય અથવા હટાવી શકે છે. નાગરિકોને છેતરપિંડીથી બચાવવા માટે કેન્દ્ર સરકારે આ સુવિધા પૂરી પાડી હોવાનું પણ શ્રી સિંધિયાએ ઉંમેર્યું.
Site Admin | ડિસેમ્બર 3, 2025 7:56 પી એમ(PM)
કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષના આક્ષેપોને ફગાવતા કહ્યું, સંચાર સાથી ઍપથી જાસૂસી શક્ય જ નથી.