ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 19, 2024 2:10 પી એમ(PM)

printer

કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇ આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ભૂતપુર્વ આચાર્ય સંદીપ ઘોષની પૂછપરછ કરી રહી છે

કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇ આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ
હોસ્પિટલના ભૂતપુર્વ આચાર્ય સંદીપ ઘોષની પૂછપરછ કરી રહી છે. શ્રી ઘોષની
પૂછપરછનો આ ચોથો દિવસ છે.

બીજી બાજુ, વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે, આ
ઘટના અંગે સામાજિક માધ્યમની પોસ્ટ અંગે રાજ્ય પોલિસ અને સાઇબર ક્રાઇમ
વિભાગ દ્વારા નોટિસ મેળવનાર લોકોને તેઓ કાનૂની સહાય પૂરી પાડશે,

સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી અધિકારીએ આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ
બંગાળ અને અન્ય રાજ્યોના નિવાસીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની 168મી
કલમ અંતર્ગત નોટિસ ફટકારવામાં આવી રહી છે.