ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 25, 2025 8:32 એ એમ (AM)

printer

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે સુરતમાં 25 કરોડ 12 લાખ રૂપિયાના ખર્ચે 24 જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે સુરતમાં 25 કરોડ 12 લાખ રૂપિયાના ખર્ચે 24 જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. ચોર્યાસી તાલુકાના હજીરા નિર્દિષ્ટ વિસ્તારમાં સમાવિષ્ટ કવાસ, મોરા, દામકા અને હજીરા ગામમાં નિર્દિષ્ટ ભંડોળ યોજના હેઠળ મંજૂર કરાયેલા આ કામોનું ખાતમુહૂર્ત કરાશે.કવાસ ગામમાં 5 કરોડ 99 લાખ રૂપિયાના પાંચ કામ, મોરા ગામમાં 9 કરોડ 30 લાખ
રૂપિયાના ખર્ચે નવ કામ, દામકામાં 2 કરોડ 35 લાખ રૂપિયાના ખર્ચે નવ કામ અને હજીરામાં 7 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે એક કામનું ખાતમુહૂર્ત કરાશે.