ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 22, 2024 8:35 એ એમ (AM)

printer

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે ગઈકાલે નવસારીમાં ક્લાઈમૅટ સ્માર્ટ એગ્રૉ-ટેક્સટાઈલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે ગઈકાલે નવસારીમાં ક્લાઈમૅટ સ્માર્ટ એગ્રૉ-ટેક્સટાઈલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. સત્તાવાર યાદી મુજબ, આ પહેલ નેશનલ ટેક્નિકલ ટેક્સટાઈલ્સ મિશન- NTTM હેઠળ ટેક્નિકલ ટેક્સટાઈલ્સને પ્રોત્સાહન આપવાનાં ટેક્સટાઈલ મંત્રાલયના લક્ષ્યાંકને અનુરૂપ છે. આ નિદર્શન કેન્દ્ર IOT આધારિત નિરીક્ષણ પ્રણાલિથી સજ્જ છે, જે વાસ્તવિક સમયની સ્થિતિ, પાકની ઉપજ અને વૃદ્ધિની કામગીરીને ટ્રેક કરે છે.
આ પ્રસંગે શ્રી પાટીલે પાકની ઉત્પાદકતામાં સુધારો કરવા, સંશાધનોનું રક્ષણ અને સ્થાયી ખેતીને સક્ષમ બનાવવામાં એગ્રો-ટેક્સટાઈલની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ખેડૂતોને આ કેન્દ્રની મુલાકાત લેવા અને કૃષિ પરિણામો વધારવા એગ્રો-ટેક્સટાઈલ ટેક્નૉલોજીને તેમની પદ્ધતિઓમાં સંકલિત કરવા પણ અનુરોધ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ