ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 11, 2024 9:22 એ એમ (AM)

printer

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે નવી દિલ્હીમાં પંજાબ, મધ્યપ્રદેશ અને બિહારના ગ્રામ્ય સ્વચ્છતાના પ્રભારી રાજ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરની સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલે ગઈકાલે નવી દિલ્હીમાં પંજાબ, મધ્યપ્રદેશ અને બિહારના ગ્રામ્ય સ્વચ્છતાના પ્રભારી રાજ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરની સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન તેમણે કહ્યું, સ્વચ્છતા એ માત્ર માળખાકીય ધ્યેય નથી, પરંતુ એક વ્યવહારુ અભિયાન છે, જે ગ્રામીણ સમુદાયોને આરોગ્ય અને સન્માનને આકાર આપે છે.
શ્રી પાટિલે એ વાત પર ભાર આપ્યો કે, સ્વચ્છ ભારત અભિયાન ગ્રામીણ પરિવર્તનનો પાયો છે. તેમણે રાજ્યોને મહિલા સ્વયં સહાયતા સમૂહો, પ્રાદેશિક નેતાઓ અને ખાનગી ક્ષેત્રના ઉદ્યમોને સામેલ કરીને સમુદાય અને નેતૃત્વ ધરાવતા દ્રષ્ટિકોણને પ્રોત્સાહનના પ્રયાસોને ઝડપી બનાવવાની પણ વાત કરી હતી. બેઠકમાં વિકાસનું મુલ્યાંકન અને પડકારોના સમાધાન તેમજ ગ્રામ્ય ભારતમાં કાયમી સ્વચ્છતા માટે વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.