ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 12, 2025 7:00 પી એમ(PM)

printer

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતને વધુ સુંદર બનાવવા અને સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા લોકોને અનુરોધ કર્યો.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું, સુરત શહેર લોકહિતના ક્ષેત્રે નેતૃત્વ કરવામાં અગ્રેસર રહ્યું છે. સુરતને વધુ સુંદર બનાવવા અને સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા પણ શ્રી પાટીલે સૌને અનુરોધ કર્યો. સુરતમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં ઇન્ડૉર સ્ટેડિયમ ખાતે આજે શહેરી વિકાસ વર્ષ 2025 અને વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી હેઠળ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં 69 કરોડ 81 લાખ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી પાટીલે આ વાત કહી.
આજના વિકાસ પ્રકલ્પ શહેરીજનોની સુખ-સુવિધામાં વધારો કરશે તેમ જણાવી શ્રી પાટીલે સુરતને વિકાસની દોડમાં અગ્રેસર બનાવવામાં યોગદાન આપનારા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા.