રાજકોટ ખાતે જળ સંમેલન અને 12 હિટાચી મશીનનો શુભારંભ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો. વરસાદી પાણીનો જમીનમા સંગ્રહ વધુ થાય તે માટે લોકોએ જાગૃતતા કેળવવી પડશે તેવું સી.આર. પાટીલે લોકોને અપીલ કરી હતી. તેમણે પાણીના મહત્વ સમજાવતા કહ્યું હતું કે ભવિષ્યની પેઢી માટે ઘન ભેગુ કરીએ છીએ પરંતુ હવે જળ પણ ભેગુ કરવુ જરૂરી બન્યું છે.જળ સંચય માટે દરેકે યોગદાન આપવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો. આપણે જળ સંચય માટે 31 મે સુધીમા દસ લાખ સ્ટ્રકચર તૈયાર કરવાનો ટાર્ગેટ હતો પણ 31 માર્ચના જ દિવસે દસ લાખ સ્ટ્રકચર પુરા થઇ ગયા અને 31 મે સુધીમાં 32 લાખ સ્ટ્રકચર પુરા થયા હોવાની પણ સી.આર. પાટીલે માહિતી આપી હતી.
Site Admin | જુલાઇ 13, 2025 8:57 એ એમ (AM)
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે, ભવિષ્યની પેઢી માટે ધનની જેમ જળ ભેગુ કરવું એ સમયની માંગ