મે 17, 2025 7:21 પી એમ(PM)

printer

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ખેતરમાં બોર કરીને પાણી જમીનમાં ઉતારવા ખેડૂતોને અનુરોધ કર્યો

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ખેતરમાં બોર કરીને પાણી જમીનમાં ઉતારવા ખેડૂતોને અનુરોધ કર્યો. સુરતમાં યોજાયેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં શ્રી પાટીલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું હયું કે આગામી દિવસોમાં જળ સચંય અભિયાન દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત દુર થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

શ્રી પાટીલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે વર્ષ 2021માં “કેચ ધ રેઇન” વોટર હાર્વેસ્ટિંગનો સંકલ્પ આપણને સૌને આપ્યો હતો. ત્યારે કર્મ ભૂમિથી માતૃભુમિ માટે દરેક વ્યક્તિએ યોગદાન આપવું જોઇએ.