મે 4, 2025 10:03 એ એમ (AM)

printer

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું, ભારત વૈશ્વિક રોકાણ માટે નેતૃત્વ કરનારો દેશ બની રહ્યો છે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું, આજનું ભારત માત્ર ગ્રાહક નહીં, પરંતુ વૈશ્વિક રોકાણનું નેતૃત્વ કરનારું બની રહ્યું છે. સુરતમાં ગઈકાલે ગ્લૉબલ ઇન્વેસ્ટર કૉન્ફરન્સની સાતમી આવૃત્તિમાં પોતાના સંબોધનમાં શ્રી પાટીલે આ મુજબ જણાવ્યું હતું.સોશિયલ મીડિયા પર તેમણે જણાવ્યું કે, આ પરિસદમાં રોકાણ અને નવિનતા જેવા વિષય પર ભારતના વિકાસશીલ ભવિષ્ય અંગે સંવાદ થયો. દેશના અગ્રણી રોકાણકારો અને નીતિ નિર્માતાઓ સાથે સંવાદની તક મળી. શ્રી પાટીલે વિકસિત ભારતનું સપનું ઝડપથી સાકાર થઈ રહ્યો હોવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.