ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 9:00 એ એમ (AM)

printer

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલ આજે નવસારીમાં ત્રણ દિવસના રાજ્યકક્ષાના કૃષિમેળાનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલ આજે નવસારીમાં ત્રણ દિવસના રાજ્યકક્ષાના કૃષિમેળાનો પ્રારંભ કરાવશે. આ મેળામાં 25 હજારથી વધુ ખેડૂતો ભાગ લેશે. ઉપરાંત 120 જેટલી પ્રદર્શન હાટડી તૈયાર કરાશે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે 23 ડિસેમ્બર સુધી યોજાનારા આ મેળામાં પશુપાલકો, વિતરકો, સહકારી અને સરકારી સંસ્થા, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ મહાવિદ્યાલય-શાળાના વિદ્યાર્થીઓ પણ મુલાકાતે આવશે.
ઉલ્લેખનીય છે કે, નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. ઝીણા પટેલને 25 લાખ લીટર વરસાદી પાણીના સંગ્રહ બદલ ‘જળ પ્રહરી’ સન્માન એનાયત કરાયું. નવી દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રાજભૂષણ ચૌધરી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમને આ સન્માનપત્ર એનાયત કરાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ