ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 11, 2024 8:16 પી એમ(PM) | સર્બાનંદ સોનોવાલે

printer

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે દેશના મુખ્ય બંદરોના વિકાસનું કામ પૂર્ણ થઈ ગયું છે

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે દેશના મુખ્ય બંદરોના વિકાસનું કામ પૂર્ણ થઈ ગયું છે.
શ્રી સોનોવાલ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિઝિંજમ બંદર ખાતે દીવાદાંડીના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા હતા. રાજ્યમાં દીવાદાંડી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આપણા પૂર્વજોએ વહાણવટા ક્ષેત્રે જે સફળતા મેળવી હતી તેને અત્યારે ઉપલબ્ધઆધુનિક સંસાધનોની મદદથી આગળ વધારવી પડશે.
શ્રી સોનોવાલ આવતીકાલે ચીનના ઝિયામેન બંદરેથી આજે વિઝિંજામ પહોંચેલા જહાજ સાન ફર્નાન્ડોનું ઔપચારિક સ્વાગત કરશે. વિઝિંજામ એક આંતરરાષ્ટ્રીય બંદર છે જ્યાં મોટા જહાજોની અવરજવરથી રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ મળવાની અપેક્ષા છે.