મતદારોના અનુભવને વધુ સારો બનાવવા અને ચૂંટણી વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા ભારતીય ચૂંટણી પંચ -ECI-એ ગત 100 દિવસમાં 21 નવી પહેલ શરૂ કરી છે. તે મુજબ, ECI-એ મતદાન મથકદીઠ મતદારોની મહત્તમ સંખ્યા એક હજાર 500થી ઘટાડીને એક હજાર 200 કરી છે. ગીચ વસતિ ધરાવતા વિસ્તારોમાં વધારાના મતદાનમથક સ્થાપિત કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.ECI-એ બૂથ લૅવલ ઑફિસર્સ, BLO સુપરવાઈઝર અને બૂથ લૅવલ એજન્ટ્સ માટે તાલીમ કાર્યક્રમનો વિસ્તાર કર્યો છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ ખાતે ત્રણ હજાર 500થી વધુ BLO અને સુપરવાઈઝર્સને તાલીમ અપાઈ છે. હવે આગામી વર્ષમાં એક લાખથી વધુ BLO અને સુપરવાઈઝર્સને તાલીમ આપવાનું લક્ષ્યાંક છે. ત્યારબાદ આ સુપરવાઇઝર 10 લાખથી વધુ કાર્યકર્તા ધરાવતા મોટા BLO નૅટવર્કને તાલીમ આપશે.
Site Admin | મે 30, 2025 9:28 એ એમ (AM)
કેન્દ્રીય ચૂંટણી પંચ આગામી વર્ષમાં એક લાખથી વધુ બૂથ લેવલ ઑફિસરને તાલીમ આપશે
